અમરેલી

અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સેમિનાર યોજાયો

 અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાજેતરમાં પ્રેરણાદાયી (મોટિવેશનલ) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કર્મયોગીશ્રીઓ માટે યોજવામાં આવેલા આ સેમિનારમાં, પોતાના કાર્યને વધુ સારી રીતે, ઓછાં સમયમાં પૂર્ણ કરવાનું અને તેનાથી થતાં ફાયદાઓ વિશે, કર્તવ્યનિષ્ઠા, અનુશાસન, સમયપાલન, નિયમિતતા અને નેતૃત્વશક્તિ સહિતના વિવિધ ગુણોના વિકાસ હેતુ બાબતે માર્ગદર્શન અને પ્રેરણા વક્તાઓએ આપી હતી.

સેમિનારમાં વક્તા તરીકે અમરેલી કલામ ફાઉન્ડેશનના શ્રી કેવલ મહેતા, સાવરકુંડલાથી શ્રી હર્ષદભાઈ જોષી તેમજ અમરેલીના બાળરોગ નિષ્ણાંત ડૉ. નિતિન ત્રિવેદીએ સંસ્થાના ૬૦ જેટલા કર્મયોગીશ્રીઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી ડૉ. ટી.એમ. ભટ્ટે એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts