ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ કથિત રીતે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું

હ્લ-૧૬ ફાઇટર જેટને જાેઈને ત્રણેય નાગરિક વિમાન નો-ફ્લાય ઝોનમાંથી બહાર આવી ગયાઅમેરિકાના રા્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટી ક્ષતિ જાેવા મળી હતી જેમાં નો ફ્લાય ઝોન હોવા છત્તા ૩ નાગરિક વિમાનો અચાનક જ પ્રમુખ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ પર ઉતરી ગયા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેને લઈને યુએસ સેનાએ તાત્કાલિક હ્લ-૧૬ ફાઇટર જેટ મોકલવા પડ્યા હતા. ફાઇટર જેટને જાેઈને ત્રણેય નાગરિક વિમાન નો-ફ્લાય ઝોનમાંથી બહાર આવી ગયા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં માર-એ-લાગો રિસોર્ટ ઉપર ત્રણ નાગરિક વિમાનોએ નો-ફ્લાય ઝોનનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલ છે, જેના કારણે નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (ર્દ્ગંઇછડ્ઢ) એ ત્યાં હ્લ-૧૬ ફાઇટર જેટ મોકલવા પડ્યા. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, હ્લ-૧૬ ફાઇટર જેટ્સે જ્વાળાઓ ગોઠવી હતી અને ત્રણેય વિમાનોને ટ્રમ્પના રિસોર્ટની ઉપરના વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મીડિયા સૂત્રો દ્વારા અહેવાલ અનુસાર એરસ્પેસ ઉલ્લંઘનની ઘટના સવારે સ્થાનિક સમયનુસાર ૧૧ઃ૦૫, ૧૨ઃ૧૦ અને ૧૨ઃ૫૦ કલાકે બની હતી. ત્રણેય વિમાનોએ પામ બીચ એરસ્પેસમાં શા માટે ઉડાન ભરી તે અંગે સાચી માહિતી મળી શકી નથી. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ગયા મહિને અમેરિકામાં બની હતી. ૧૫ ફેબ્રુઆરીએ સવારે ૧૧ઃ૦૫ વાગ્યે અને બપોરે ૧૨ઃ૧૦ વાગ્યે બે વાર અને ૧૭ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ઃ૫૦ વાગ્યે એક વાર નો-ફ્લાય ઝોનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં ટ્રમ્પની ફ્લોરિડા મુલાકાત દરમિયાન આ ભંગ થયો હતો, તેથી તેને રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ખામી તરીકે જાેવામાં આવી રહી છે.
Recent Comments