અમરેલી

જાફરાબાદ શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને તાડી નું બેફામ વેચાણ,સત્વરે પગલાં નહી લેવાય તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરાશે : ટીકુભાઈ વરૂ

જાફરાબાદ શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને તાડી નું બેફામ વેચાણ,સત્વરે પગલાં નહી લેવાય તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરાશે : શ્રી ટીકુભાઈ વરૂજાફરાબાદ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર બેફામ ઇંગલિશ અને દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ વિસ્તારમાં દારૂની સાથે તાડીનું પણ વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યુ છે દારૂ અને તાડીને લીધે આ વિસ્તારમાં નાની ઉંમરના યુવાનો મોતને ભેટી રહ્યા છે આ દારૂ અને તાડી આ વિસ્તારમાં બંધ કરવામાં નહીં આવે તો અનેક નાની-નાની બહેનો વિધવા થઈ રહી છે ત્યારે મારી રાજ્ય સરકારને રજૂઆત છે કે પોલીસ વિભાગ ની મીઠી નજર હેઠળ હપ્તા થી ચાલી રહ્યું છે ત્યારે જાફરાબાદ ટાઉન અને મરીન પોલીસ સ્ટેશન માં વર્ષોથી નોકરી કરતા પોલીસ વાળા ની બદલી કરવી ને જાફરાબાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દારૂ અને તાડી બંધ કરાવે વધુ માં જણાવ્યું છે કે જાફરાબાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને તાડી બંધ કરાવવા કડક કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ના આગેવાનો દ્વારા જનતા રેડ કરશે તેમ કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરુ એમ જણાવી ને માંગ કરી છે

Follow Me:

Related Posts