રાષ્ટ્રીય

૬૭ વર્ષીય ભારતીય મૂળની નર્સ લીલામ્મા લાલ પર અમેરિકાની એક હોસ્પિટલમાં નફરતને લઈ હુમલો કરવામાં આવ્યો

અમેરિકાની એક હોસ્પિટલમાં ૬૭ વર્ષીય ભારતીય મૂળ ની નર્સ લીલામ્મા લાલ પર નફરતના ગુનામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી સ્ટીફન સ્કેન્ટલબરીએ નર્સ લીલામ્મા લાલ પર હુમલો કરી તેના ભારતીય હોવા અંગે ટિપ્પણીઓ પણ કરી હતી. આ જીવલેણ હુમલામાં નર્સને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હુમલો થયાના થોડા કલાકો બાદ, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે શર્ટલેસ અને જૂતા વગરનો મળી આવ્યો હતો. સ્કેન્ટલબરી પર બીજા ડિગ્રી હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે, તેમજ નફરતના ગુનામાં વધારો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

હુમલાની આ ઘટના બાદ આરોગ્ય સંભાળ કમર્ચારીઓમાં પણ ભારે રોષ ની લાગણી જાેવા મળી રહી છે. તેમણે દદીઆર્ે તરફથી વારંવાર થતા દુર્વ્યવહાર અને અનાદર પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ એ વાતનો વિરોધ કર્યો હતો કે દદીઆર્ે ઘણીવાર અસંસ્કારી વર્તન કરે છે અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો સાથે દુર્વ્યવહાર કરે છે.

આરોગ્ય સંભાળ કાર્યકરોનું પ્રતિનિધિત્વ કરતા, એડવોકેટ ચેરીલ થોમસ-હાર્કમે રિપોટર્માં જણાવ્યું હતું કે, ‘તબીબી વ્યાવસાયિકો સામે હિંસા ખૂબ સામાન્ય છે. આ પ્રકારની ઘટનાઓ બંધ થવી જ જાેઈએ…ઘણા લોકો હોસ્પિટલોમાં પ્રવેશ કરે છે અને આરોગ્યસંભાળ કાર્યકરો સાથે દુર્વ્યવહાર કરવાની બાબતને પોતાનો અધિકાર સમજે છે. તમે પોલીસ સ્ટેશનમાં જાઓ છો ત્યારે તમે કાયદાના અમલીકરણને જે સ્તર આપો છો તેટલું જ સન્માન તમારે એમને આપવું પડશે.‘

Follow Me:

Related Posts