તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ અમી ઉપાધ્યાય અને ફિટનેસ આયકોન અભિનેત્રી સપનાં વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. ‘વનિતાવિશેષ’ વક્તવ્યની સાથે નારીગાન જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી કરશે. સંકલન નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ અને સંચાલન હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ


















Recent Comments