ભાવનગર

ભાવનગરમાં ધોરણ-10માં અંગ્રેજી વિષયની 29,680 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે સવારે ધોરણ- 10માં અંગ્રેજી (S.L.) વિષયની પરીક્ષામાં નોંધાયેલાં 30,264 વિદ્યાર્થીઓ પૈકી‌ 29,680 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 584 વિદ્યાર્થીઓની તેમાં ગેર હાજરી નોંધાઇ હતી. આજે બપોરે લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલા 10,163 વિદ્યાર્થીઓ પૈકી 10041 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 122 વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેવી જ રીતે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષામાં નોંધાયેલા 1,766 વિદ્યાર્થીઓ પૈકી 1,752 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 14 વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

Follow Me:

Related Posts