અમરેલી

અમરેલીમાં દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન

અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ 3.O પસંદગી પ્રક્રિયા હેઠળ અંદર અને અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે.

તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુ, ચિતલ રોડ) ખાતે અંડર- ૦૯ અને ૧૧ બહેનો માટે તા.૧૧-૦૩-૨૦૨૫ના તથા અંડર-૦૯ અને અંડર-૧૧ ભાઈઓ માટે તા.૧૨-૦૩-૨૦૨૫ના રોજ સવારે ૭ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

આમ, ૧ થી ૮ ક્રમમાં પસંદગી પામેલ ખેલાડીઓએ જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટ માટે આધાર કાર્ડ અને સ્કૂલ આઈડી સાથે સ્વખર્ચે સ્પર્ધા સ્થળ ખાતે ઉપસ્થિત રહેવું. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ- ૨૦૨૫- ૨૬ના સમયગાળા દરમિયાન યોગ્યતા ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવાની રહે છે, જેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts