પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ

ઇફ્તાર પછી તરત જ આતંકવાદીઓ દ્વારા બન્નુ કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાનમાં ફરી એકવાર શાંતિ ભંગ થઈ હોય તેવી ઘટના બની હતી જેમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. તેને પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
આ ઘટના અંગે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને ૩૫ ઘાયલ થયા છે. આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જાેડાયેલા ૐય્મ્ (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં ્ઁ સાથે હાથ મિલાવ્યો હતો.
આતંકવાદીઓએ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે બે કાર બોમ્બ (જીફમ્ૈંઈડ્ઢ) નો ઉપયોગ કર્યો હતો. આ પછી તરત જ એક લક્ષિત હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓએ ઇફ્તાર પછી બન્નુ કેન્ટના સુરક્ષા અવરોધ પર હુમલો કર્યો. શરૂઆતની માહિતી મુજબ, આ હુમલામાં ૫ થી ૬ આતંકવાદીઓ સામેલ હતા.
Recent Comments