રાષ્ટ્રીય

સર્બિયન સંસદમાં ભારે હોબાળો વિપક્ષે સ્મોક ગ્રેનેડ ફેંક્યાં મારામારીમાં બે સાંસદ ઘાયલ

સર્બિયન સંસદમાં ભારે હોબાળો થયો છે જેમાં વિપક્ષી સાંસદો દ્વારા સંસદની અંદર ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા, જેના કારણે સંસદમાં અરાજકતા ફેલાઈ ગઈ. સરકારી નીતિઓના વિરોધમાં ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા. વિપક્ષી સાંસદો વિદ્યાથીઆર્ેના સમર્થનમાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંસદ પરિસરમાં હાજર કેટલાક સભ્યોએ સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા. સંસદની કાયર્વાહી લાઈવ ચાલી રહી હતી, તે દરમિયાન સંસદની અંદરથી કાળો ધુમાડો નીકળતો જાેવા મળ્યો. એવું લાગતું હતું કે સર્બિયન સંસદમાં ભીષણ આગ લાગી ગઈ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લગભગ ચાર મહિના પહેલા, સર્બિયામાં એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડતાં ૧૫ લોકો માર્યા ગયા હતા. આ પછી, સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા જે હવે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. વિધાનસભા સત્રમાં, સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી (જીદ્ગજી) ના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને સત્રના એજન્ડાને મંજૂરી આપી, ત્યારબાદ કેટલાક વિપક્ષી નેતાઓ તેમની બેઠકો પરથી ઉભા થયા અને સંસદના સ્પીકર તરફ દોડ્યા. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ્સ સાથે તેની ઝપાઝપી જાેવા મળી. સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે બે સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક, જીદ્ગજી પાટીર્ના જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર છે.

Follow Me:

Related Posts