ભાવનગર

ઠાડચ પ્રાથમિક શાળામાં દાતાશ્રીઓને સન્માનનો કાર્યક્રમ યોજાયો.

મુંબઈ સ્થિત દાતા દ્વારા શાળા તેમજ બાળકોને ઉપયોગી સાધનો  ભેટ અપાયા

   ઠાડચ પ્રાથમિક શાળામાં  નિર્મળાબેન શાંતિલાલ શાહ, રીટાબેન મિલનભાઈ શાહ તથા જાનવીબેન શાહ તથા મિલોનીબેન શાહ તરફથી મુવેબલ માઇક અર્પણ કરાયું. તે પ્રસંગે સૌ દાતાશ્રીઓનો સન્માન નો કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા દાતાશ્રીઓને સન્માન કર્યું. 

આ પરિવાર દ્વારા શાળામાં અગાઉ  વિશાળ પ્રાર્થનાકક્ષ બનાવી આપેલ. તેમજ આ વર્ષે  આહુજા મુવેબલ માઈક આપેલ. આ કાર્યક્રમમાં મુંબઈ સ્થિત અમિતભાઈ શાહ અને  ડૉ .મોનાબેન શાહે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને સાથે ફાઉન્ડેશનના  મનીષાબેન શાહ અને વિજયભાઈ જૈન હાજર રહ્યા હતા. અને  ધોરણ ૧ થી ૮ ના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય આવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલા બાળકોને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત નાની રાજસ્થળી શાળા, મેઢા શાળા, નાની પાણીયાળી 1 અને નાની પાણીયાળી 2, સોનપરી 2 શાળા, વડીયા શાળા, ઝવેરચંદ મેઘાણી શાળા, ગોપનાથ માધ્યમિક વિદ્યાલય, બેલડા શાળા, જૂનીછાપરી શાળા, અને મોટા ઘણા શાળાને સરસ મજાના સ્ટોરવેલ કબાટ આપ્યા હતા. સાથે  શેત્રુંજીડેમ માધ્યમિક વિદ્યાલય, મોટી પાણીયાળી કેવ શાળા, નવા લોંઇચડા શાળા, જાળીયા કેવ શાળા અને એસ જી જીવાણી વિદ્યાલય નાની રાજસ્થળી, પીપરડી બે અને કસ્તુરબા વિદ્યાલય મોટી પાણીયાળી ને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરાયા હતા. સાથે ભૂતડિયા શાળા, વેળાવદર અને આંગણવાડી કેન્દ્ર નંબર 4 ઠાડચને સ્માર્ટ ટીવી ની ભેટ આપેલ. સાથે ભૂંડરખા બે શાળા, દેવલી કન્યાશાળા, વેજોદરી શાળા, અને કુંઢડા શાળા ને બબ્બે ટેબલ અર્પણ કરાયા હતા. તેમજ એમ.એલ શાહ હાઈસ્કૂલ ઠળિયા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાલીતાણા ને એક એક કલર પ્રિન્ટર આપવામાં આવેલ.સાથે શેત્રુંજી ડેમ કે.વ. શાળા, ઉત્તર બુનિયાદી ઠાડચને રમત ગમતના સાધનો અને પીપરલા શાળાને શૈ.સાધનો અને  માખણીયા પ્રાથમિક શાળાને છ પંખા ની ભેટ આપી હતી.

Follow Me:

Related Posts