અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જન ઔષધિ કેન્દ્ર ખાતે જન ઔષધિ દિવસ ઉજવાયો

દર વર્ષે ૭ માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવે છે, જેનો ઉદ્દેશ જેનરિક દવાઓના વિતરણ અને દવાઓની ઉપલબ્ધતા વિશે જનસમુદાયમાં જાગૃત્તિ વધારવાનો છે. અમરેલી જન ઔષધિ  કેન્દ્ર ખાતે જન ઔષધિ  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રો પર ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ નાગરિકોને પોસાય તેવા ભાવે પૂરી પાડીને સામાન્ય નાગરિકોના જીવન પર નોંધપાત્ર અસર કરી લાવી શકાય તે હેતુ છે. જન ઔષધિ કેન્દ્રો ખાતે મળતી ડાયાબિટીસ, બીપી, કેન્સર, ગેસ્ટ્રો, વિટામિન્સ, એન્ટીબાયોટિક્સ વગેરે જેવી વિવિધ ૯૦૦ કરતા પણ વધારે પ્રકારની દવાઓ બહાર મળતી દવાઓ કરતા ૫૦ ટકા સુધી ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે. કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી હોય છે. આ યોજના અન્વયે તમામ ગુણવત્તાવાળી  દવાઓ તમામને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવવા મેડિકલ સ્ટોર્સની એક શ્રૃંખલા શરુ કરવામાં આવી છે.

અમરેલી જન ઔષધિ કેન્દ્ર ખાતે ખાસ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય સ્ટાફ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે. 

Follow Me:

Related Posts