અમરેલી

બગસરા માં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.   

બગસરા માં મહિલા દિન નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા છેલ્લા ૨૧  વર્ષ થી બગસરા વિસ્તાર માં વિવિધ મહિલા વિકાસ ની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. બગસરા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ૭૪. મહિલા મંડળો દ્રારા, ૧૧૦૦ થી વધારે બહેનો સાથે દસ જેટલા મહિલા સેવા પ્રકલ્પ ચાલે છે. મહિલા ઓમા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે  સંવાદિતા અને સંવંદન ઉભી થાય, તે દિશામાં પ્રયાસ ચાલી રહયા. કુટુંબ સંસ્થા મજબૂત બને, અરસ પરસ માં સમજણ વિકસે, આર્થિક રીતે સદ્ધર બને, વહિવટી કુશળતા વઘે,  પ્રક્રુતિ સાથે સંવાદ સંધાય તેવા  સમજ  સાથે  મહિલા મંડળ સરસ રીતે ચાલી રહ્યા છે. તેમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ બે બહેનો ને ચંપાબેન ગોધિયા જ્યોતી નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

જે અંતર્ગત આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે  તારીખ  ૮ માર્ચ ને શનિવાર રોજ, પટેલ વાડી બગસરા મુકામે બપોરે ત્રણ કલાકે, ગીતાબેન હિંમત ભાઈ દુધાળા  લુધિયા અને નયનાબેન જેકીભાઈ મેવાડા બગસરા ને  સન્માનિત કરવામાં આવશે. તેમજ વિશિષ્ટ પ્રતિભા જ્યોતી નારી રત્ન એવોર્ડ બગસરા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય ના રસીલા દીદી ને આપવામાં આવશે.  આ પ્રસંગે સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ ની પ્રવુતિ મા જે ભાઈ ઓ સહયોગ આપી રહ્યા છે, તેવાં આઠ ભાઈઓનુ સન્માન પણ કરવાના આવશે.   આ કાર્યક્રમમાં માં માર્ગદર્શન આપવા માટે ,ગીતાદીદી બ્રહ્માકુમારી સેન્ટર અમરેલી, કાલીન્દી બેન પરીખ અમરેલી, પ્રવીણાબેન વાઘાણી ભાવનગર, મંદાકિની બેન પૂરોહિત બાબાપુર તથા બગસરા નગરપાલિકા ના પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રીબડિયા વગેરે ના વરદહસ્તે સૌને સન્માનિત કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં સૌ શુભેચ્છકો ને ઉપસ્થિત રહેવા સંસ્થા ના મહિલા  સંચાલકો તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.  દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર

Related Posts