ઉદયનિધિ સ્ટાલિનની અરજી પર મહારાષ્ટ્ર સરકારનું નિવેદન

‘જાે ઇસ્લામને મિટાવવાની વાત કરી હોતી તો આસમાન તૂટી પડતું‘ : મહારાષ્ટ્ર સરકારસનાતનનો નાશ કરવાનું નિવેદન આપનારા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને કોઈપણ પ્રકારની રાહત આપવાનો મહારાષ્ટ્ર સરકારે સખત વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા કેસમાં સ્ટાલિનની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ પ્રતિબંધ અન્ય રાજ્યોમાં દાખલ થયેલા કેસો માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં નવી હ્લૈંઇ નોંધવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “જાે કોઈ નેતાએ ઇસ્લામનો નાશ કરવાની વાત કરી હોત, તો અત્યાર સુધીમાં આકાશ તૂટી પડ્યું હોત.
જાે કોઈ સમુદાય શાંતિપ્રિય હોય અને વિરોધમાં હિંસાનો આશરો ન લે, તો તેનો અર્થ એ નથી કે તેની વિરુદ્ધ કહેવામાં આવેલી વાતોને માફ કરી દેવી જાેઈએ.” બે જજાેની બેન્ચના વડામુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે તેઓ કેસના તથ્યો પર ટિપ્પણી કરવા માંગતા નથી. અહીં ચર્ચા ફક્ત એ જ છે કે શું બધી હ્લૈંઇ એક જ જગ્યાએ ટ્રાન્સફર કરવી જાેઈએ. ઉદયનિધિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સોલિસિટર જનરલ કોર્ટની બહારના લોકોને સાંભળવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. સિંઘવીએ એમ પણ કહ્યું કે નુપુર શર્માએ પણ એક ધર્મ વિશે વિવાદાસ્પદ વાતો કહી હતી, કોર્ટે તેમની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો. મોહમ્મદ ઝુબૈર અને અર્નબ ગોસ્વામી જેવા લોકોને પણ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. તેમની જેમ ઉદયનિધિ પણ રાહતને પાત્ર છે. સિંઘવીએ કહ્યું કે ઉદયનિધિ વિરુદ્ધ બિહાર, કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીરમાં પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. આના પર કોર્ટે આ કેસોમાં ધરપકડ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ કેસની આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ૨૮ એપ્રિલે થશે.
Recent Comments