મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં સ્થિત ‘પતંજલિના મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક‘નું ઉદઘાટન ૯ માર્ચ, રવિવારના રોજ કરવામાં આવશે

મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં સ્થિત ‘પતંજલિના મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક‘નું ઉદઘાટન ૯ માર્ચ, રવિવારના રોજ કરવામાં આવશે. પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણએ આજે મિહાનમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માટે મેનપાવર સ્કીલ તૈયાર કરવામાં આવી રહી છે. અમારી પ્રાથમિકતા સ્થાનિક લોકોને રોજગાર આપવાની છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પતંજલિની અગ્રણી ભૂમિકા છે. આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું, “કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ અમારી નજરમાં છે. અમારી પ્રાથમિકતા સ્થાનિક લોકોને રોજગારી આપવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની છે. અમે આ પ્રદેશના ખેડૂતો અને કૃષિ પ્રણાલીની સ્થિતિ સુધારવાનો સંકલ્પ કરીએ છીએ. આજે આ વિસ્તારના લગભગ દરેક ગામના દરેક ખેડૂત અમારા સંપર્કમાં છે.
આચાર્ય બાલકૃષ્ણએ વધુમાં જણાવ્યું હતું કે પતંજલિના પ્લાન્ટની સ્થાપના માટે ઘણો સમય અને સખત મહેનત કરવામાં આવી છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન ઘણા અવરોધો હતા, પરંતુ આખરે અમે તેને પૂર્ણ કરવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદીના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામના સપનાને સાકાર કરવા માટે પતંજલિ અગ્રણી ભૂમિકા ભજવી રહી છે, જેના દ્વારા દેશમાં મેનપાવર સ્કિલ વિકસાવવામાં આવી રહી છે.” આ સાથે જ આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં આધુનિક માપદંડો પર આધારિત સંપૂર્ણ અદ્યતન સિસ્ટમ છે, જેમાં પેકેજિંગ લાઇન, ટેક્નોપેકથી અદ્યતન સંશોધન લેબનો સમાવેશ થાય છે. અમારા ઉત્પાદનોની ગુણવત્તા ટોચની છે, સમગ્ર વિશ્વ બજાર અમારા માટે ખુલ્લું છે, પરંતુ અમારી પ્રાથમિકતા દેશના લોકોને શ્રેષ્ઠ એક્સપોર્ટ ક્વોલિટીના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની છે. તેમણે કહ્યું કે કાચા માલની ઉપલબ્ધતાના આધારે સંતરા, લાઈમ, આમળા, દાડમ, જામફળ, દ્રાક્ષ, દૂધી, ગાજરનો રસ, કેરી અને સંતરાનો પલ્પ અને ડુંગળી-ટામેટાની પેસ્ટ પણ અહીં બનાવવામાં આવશે.
Recent Comments