રાષ્ટ્રીય

પતંજલિની નવી પહેલ: નાગપુરમાં શરૂ થશે ‘મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક’, ૧૦,૦૦૦ યુવાઓને મળશે રોજગારી

મહારાષ્ટ્રના નાગપુરના મિહાન (નાગપુરમાં મલ્ટી-મોડલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ અને એરપોર્ટ) ક્ષેત્રમાં ‘પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક‘ શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટ ૯ માર્ચ, ૨૦૨૫ થી કાર્યરત થશે. મિહાન ખાતે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું. રોજગાર સર્જનમાં પતંજલિ નાગપુર પ્લાન્ટના માધ્યમથી પતંજલિ હાલમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ ૫૦૦ લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. જેમ જેમ કાર્ય વિસ્તરશે તેમ તેમ આ સંખ્યા ઝડપથી વધશે. ટૂંક સમયમાં આ પ્લાન્ટમાંથી ૧૦ હજારથી વધુ યુવાનોને રોજગાર મળશે.

નાગપુરમાં સ્થાપિત થનારો પતંજલિનો આ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રોસેસિંગ પ્લાન્ટ છે જેમાં સાઇટ્રસ અને ટ્રોપિકલ ફળ-શાકભાજીને પ્રોસેસ કરીને જ્યૂસ, જ્યૂસ કન્સન્ટ્રેટ, પલ્પ, પેસ્ટ અને પ્યૂરીનું ઉત્પાદન કરી શકે છે. નાગપુર આખા વિશ્વમાં ઓરેન્જ સિટીના નામથી પ્રખ્યાત છે. અહીં ખાટા ફળો જેમ કે નારંગી, કિનુ, મોસંબી, લીંબુ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. આને ધ્યાનમાં રાખીને પતંજલિએ સાઇટ્રસ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરી છે. આ સાઇટ્રસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં દરરોજ ૮૦૦ ટન ફળોને પ્રોસેસ કરીને ફ્રોઝન જ્યુસ કોન્સન્ટ્રેટનું ઉત્પાદન કરી શકાય છે. આ જ્યૂસ ૧૦૦ ટકા કુદરતી છે અને તેમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ કે સુગરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આ સાથે ટ્રોપિકલ ફ્રૂટ્સની પણ પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં દરરોજ ૬૦૦ ટન આમળા, ૪૦૦ ટન કેરી, ૨૦૦ ટન જામફળ, ૨૦૦ ટન પપૈયા, ૨૦૦ ટન સફરજન, ૨૦૦ ટન દાડમ, ૨૦૦ ટન સ્ટ્રોબેરી, ૨૦૦ ટન પ્લમ, ૨૦૦ ટન નાસપતી, ૪૦૦ ટન ટામેટા, ૪૦૦ ટન દૂધી, ૪૦૦ ટન કારેલા, ૧૬૦ ટન ગાજર અને ૧૦૦ ટન એલોવેરાને પ્રોસેસ કરીને વૈશ્વિક વિશિષ્ટતાઓ મુજબ જ્યૂસ, જ્યૂસ કન્સન્ટ્રેટ, પલ્પ, પેસ્ટ અને પ્યૂરીનું ઉત્પાદન કરી શકે છે. આ પ્રક્રિયાને પ્રાઇમરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ સાથે રિટેલ પેકિંગની પ્રક્રિયાને સેકન્ડરી પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ માટે નાગપુર ફેક્ટરીમાં ટેટ્રા પેક યુનિટ પણ સ્થાપવામાં આવશે. પતંજલિ લોકોને આરોગ્ય પ્રદાન કરે છે.

ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા ટેટ્રા પેક એસેપ્ટિક પેકેજિંગમાં કોઇ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અથવા સુગરનો ઉપયોગ કર્યા વિના પ્રીમિયમ સેગમેન્ટમાં ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવે છે. પતંજલિના આ પ્લાન્ટની વધુ એક યુએસપી એ છે કે તેમાં બાય પ્રોડક્ટને વેસ્ટ કરવામાં આવતું નથી. જેમ કે સંતરામાંથી રસ કાઢ્યા પછી તેની છાલનો પુરો ઉપયોગ કરવામાં આવે છે. તેની છાલમાં કોલ્ડ પ્રેસ તેલ(ઝ્ર્રઁં) હોય છે જેની બજારમાં ખૂબ માંગ છે. આ ઉપરાંત નાગપુર ઓરેન્જ બર્ફીમાં રૉ-મટિરીયલ્સના રૂપમાં પ્રયોગ થનારા પ્રીમિયમ પલ્પ પણ સંતરામાંથી કાઢવામાં આવી રહ્યા છે.

આ સાથે તેલ આધારિત અરોમા અને વોટર બેઝ્ડ અરોમા એસેન્સને પણ બહાર કાઢવામાં આવે છે. કોસ્મેટિક અને અન્ય વેલ્યૂ પ્રોડક્ટ્સ બનાવવા માટે સંતરાના છાલના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સંતરાના છાલને સૂકવીને પાવડર પણ બનાવવામાં આવી રહ્યો છે. એવી કોઇ બાય પ્રોડક્ટ નથી જેને રિકવર કરવામાં આવી રહી ના હોય

Follow Me:

Related Posts