આટલા વર્ષો સુધી પોતાની ઓળખ અને લોક હૃદયમાં ચાહના અકબંધ રાખનાર વસંતોત્સવ માં રાજ્યભરમાંથી લોકોએ મુલાકાત લીધી

ગાંધીનગર ખાતે વર્ષોથી યોજાતા કલા ઉત્સવ જેને આપણે વસંતોત્સવ તરીકે ઓળખીએ છીએ તે ગાંધીનગરની ઓળખ બની ચૂકી છે. આ વર્ષે એટલે કે વસંતોત્સવ-૨૦૨૫ને જાહેર જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, જે ટિકિટ કલેક્શન પરથી પ્રતીત થાય છે. આ વખતે સૌથી વધુ ટિકિટ કલેક્શન રૂ. ૧૩.૦૨ લાખનું થયેલ છે, આ ખૂબ જ પ્રશંસનીયન બાબતજે સમગ્ર ટીમની મહેનત અને કાર્યક્રમની લોકપ્રિયતાને આભારી છે. તેમ રમત ગમત વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું હતું.
આમ તો દર વર્ષે વસંતોત્સવ દરમિયાન જનમેદની ઉમટી આ કાર્યક્રમને માણતી જ હોય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમની લોકપ્રિયતા અને ટીમની મહેનત થકી જિલ્લામાં માત્ર ગાંધીનગરજ નહીં પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના લોકો પણ આ ઉત્સવને માણવા પધાર્યા હતા,જે ગાંધીનગર માટે એક ગૌરવની વાત ગણાવી શકાય. આમ જાેતા એવું લાગી રહ્યું છે કે આવનાર વર્ષોમાં વસંતોત્સવ માટે સંસ્કૃતિ કુંજમાં નવી વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે જેથી મહત્તમ જનમેદની આ કાર્યક્રમને માણી શકે, તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. અત્યારે તો ગાંધીનગરના આ કલાઉત્સવમાં વિદેશીઓ આ વિભાગ લઈ રહ્યા છે પણ ગાંધીનગર વાસી એવી ચોક્કસ આશા રાખી શકે કે ભવિષ્યમાં વિદેશીઓ માટે પણ આ ઉત્સવ એક આકર્ષણનું કેન્દ્ર બનશે.
Recent Comments