ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શિશુવિહાર ખાતે મહિલા દિવસની અનોખી ઉજવણી

ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શિશુવિહાર ખાતે મહિલા દિવસની અનોખી ઉજવણીતારીખ 8  માર્ચે ને શનિવારના રોજ શિશુવિહાર પરિસરમાં શ્રી  ઇન્દાબહેન,નિર્મોહીબહેન રમેશ ભાઈ રાઠોડ(સમય મીડિયા), હિનાબેન ભટ્ટ, પ્રીતિબેન ભટ્ટ અને ડૉ.વીણાબેન ગોહિલ દ્વારા મંગલ દીપ પ્રાગટય સાથે એક રચનાત્મક અભિગમ સાથે”તમે તમારા ડોક્ટર બનો”શીર્ષક તળે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા  સાધ્ય અસાધ્ય રોગો નુ નિવારણ તેમજ આપણા શરીરની તંદુરસ્તી કેવી રીતે જાળવવી તેના ઉપાયો તે અંગેનો અત્યંત રસપ્રદ મહિલાઓ માટે નો એક સેમીનાર વાલીમાં ભવન ખાતે શિશુવિહારના પરિવારના સહકારથી યોજવામાં આવ્યો.જેમાં ડો.મિલનભાઈ દવે,ડૉ.વિણાબેન ગોહિલ,ડૉ.નિશાબેન જોશી,ડૉ.નીલમબેન માંડલિયા એ સેવા અપી હતી. સાથે સૂર્ય ચંદ્ર નમસ્કાર અને યોગાસનો સાથેની કૃતિઓ પણ રજૂ થઈ હતી. 

તેમજ સાથે સાથે પરિસરમાં મહિલાઓના ઉત્કર્ષ તથા સ્વાવલંબી બને તેવા હેતુથી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓ વાનગીઓ ગૃહ સજાવટ ની આઈટમો તેમજ કાપડ અને હસ્તકલાના નમુનાઓ નું એક મોટું”પ્રદર્શન કમ વેચાણ”40  સ્ટોલ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું. જેનો મોડી સાંજ સુધી લોકોએ લાભ લીધો.

આ સમગ્ર કાર્યક્રમ શ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ ના માર્ગદર્શન તળે અને હિનાબેન ભટ્ટના સંચાલન સાથે સમગ્ર  શિશુ વિહાર પરિવાર ના સભ્યો ના સહકારથી સંપન્ન થયો. આ કાર્યક્રમ મહિલા ને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ મહિલા ને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Follow Me:

Related Posts