પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, દ્વારા વિશ્વ મહિલા દીને મહિલા ચિત્રકારો નાં ચિત્રો નું પ્રદર્શન યોજાયું

પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ ૨૦૨૫વિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદર શહેરના મહિલા ચિત્રકારોના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન સંવેદનાના રંગો -‘૨૫ નું આયોજન મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ.જેમાં શ્રીમદ વલ્લભા ચાર્યજી હવેલીના અ. સૌ .શ્રી નંદિનીવહુજી વસંતરાયજીએ આશીર્વાદ પાઠવેલ,ઉદ્ઘાટક તરીકે પોરબંદરના એડિશનલ કલેક્ટર અને ડી.આર.ડી.એના ડિરેક્ટર સુશ્રી રેખાબા સરવૈયા મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી ઋતુ રાબા ,પોરબંદર છાયાનગર પાલિકાના પૂર્વપ્રમુખ ડો.ચેતનાબેનજી.તિવારી,
ડો.ડિમ્પલબેન મોઢા, પ્રસિદ્ધ ચિત્રકાર મૃદુલાબેન સિંધવ, સામાજિક મહિલા અગ્રણી રમાબેન ભૂતિયા, કે બી તાજાવાલા સ્કુલના વા.પ્રિન્સિપાલ દિવ્યાબેન કોટીયા સહિતના અનેક નારી રત્નોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ. જેમાં ૫૭ જેટલા મહિલા ચિત્રકારોએ પોતાની ૧૭૫ જેટલી કલાકૃતિઓ રજૂ કરેલ ,પ્રદર્શનમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.આ પ્રદર્શન સોમવાર રાત્રે ૯-૦૦ સુધી પોરબંદરના કલારસિક નગરજનો માટે ખુલ્લું રહેશે. પ્રો. કો-ઓર્ડીટર તરીકે ધારા જોશી,નંદિની કિશોર તથા ટીમ ઇનોવેટિવ દ્વારા પ્રદર્શનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ જે પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર શ્રી મનન ચતુર્વેદી ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબ તથા ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકારો દ્વારા તમામ મહિલા ચિત્રકારોને અભિનંદન પાઠવેલ.
આ પ્રદર્શનમાં મહાનગર પાલિકા ના એન્જિનિયર દેવાંગભાઈ રાડિયા ખાસ ઉપસ્થિત રહેલ , આ તકે અશ્વિનભાઈ વાઢીયાએ સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૫ની માહિતી આપી ઓનલાઈન ફીડ બેક મેળવેલ. કાર્યક્રમનું સુચારુ સંચાલન સાહિત્યકાર પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવેલ.
Recent Comments