લીલીયા પોલીસ સ્ટેશન તથા મધ્યપ્રદેશના તિરલા પોલીસ સ્ટેશન ના ગુન્હા માં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્કવોડ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત એ અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીવીઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કવોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ દ્વારા નાસ્તા ફરતા સ્કવોડની રચના કરી આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્કવોડના પો.સબ.ઇન્સ આર.આર.ગલચર તથા પોલીસ સ્ટાફ દ્વારા (૧) લીલીયા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૩૦૦૯૯/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૮૦,૪૫૪,૧૧૪ (૨) મધ્યપ્રદેશ રાજ્યના તીરલા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૯૫/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૨૯૪,૩૨૩,૫૦૬ મુજબના ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીને ટેકનીકલ સોર્સીસ થી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વિજયપુર ગામની સીમમાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) દિનેશ ગોવિંદભાઇ ભાભોર – ઉ.વ.૧૯ ધંધો મજુરી, રહે, વિજયપુર ગામની સીમ, તા.લાલપુર જી.જામનગર. મૂળ રહે.સતીપુરા તા.તીરલા જી.ધાર (MP)
આ કામગીરી સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્કવોડના પો.સબ.ઇન્સ આર.આર.ગલચર તથા સ્ટાફના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા તથા એ.એસ.આઈ.મહેશભાઈ મહેરા તથા પો.કોન્સ જયપાલસિંહ ગોહિલ તથા મિતેષભાઇ વાળા તથા ડ્રા.હેડ. કોન્સ દેવેન્દ્ર સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments