અમરેલી

મહિલાઓમાં નારી અદાલતની સમજ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી અપાશે

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાઓ ‘નારી અદાલત’ શરુ કરવામાં આવી છે.’નારી અદાલત’ના પ્રચાર-પ્રસાર તેમજ મહિલાઓમાં ‘નારી અદાલત’ની સમજ, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષક યોજનાઓની જાણકારી આપી શકાય તેવા હેતુથી બાબરા તાલુકામાં તા.૧૨ માર્ચ, ૨૦૨૫ બુધવારના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલન સવારે ૧૦.૦૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુધી કારેટીયા સમાજની વાડી, ચમારડી રોડ, બાબરા મુકામે યોજાશે, તેમ બાબરા તાલુકા આઇ.સી.ડી.એસ. શાખા, બાળ વિકાસ યોજના અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts