ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમ્સમાં દાખલ; વડાપ્રધાન મોદીએ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ‘એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે બે વાગે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક ગ્રુપ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહ્યું છે. ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ (ઉ.વ.૭૩ વર્ષ)ની તબિયર હાલ સ્થિર છે.
Recent Comments