અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામા કાળા કાગડા ઊડ્યા- અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી નગરપાલિકામાં છેલ્લા ૪ વર્ષ કરતા વધારે સમય ગાળાથી ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનમાં અમરેલી શહેરની જાહેર જનતા ઉપર બેફામ રીતે વેરો નાખવામાં આવ્યો છે, સફાઈ વેરો, પાણી વેરો, ગટરવેરો, ઘરવેરો, લાઈટ વેરો,વગેરે જેવા વિવિધ પ્રકારના વેરાઓ બેફામ રીતે અમરેલી શહેરની જનતાની પાસેથી વસૂલીને લોકોની કમર તોડવાનું કામ ભાજપના શાસકો કરી રહ્યા છે, સફાઈ વેરાના નામે પૈસા ઉઘરાવતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા અમરેલી શહેરને સ્વચ્છ બનાવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે, અમરેલી શહેરની જનતાને નિયમિત રીતે પીવા માટેનું પાણી પણ નગરપાલિકા આપી શકતી નથી, અમરેલી શહેરના જાહેર રસ્તાઓ પર અંધકાર છવાયેલો જોવા મળે છે, તાજેતરમાં જ ગત રાત્રીએ અમરેલી શહેરમાં અટલ પાર્કમાં સ્વચ્છતા મિશન અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન અમરેલીની નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, વળી આ ભવ્ય લોક ડાયરામાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કે ચૂંટાયેલા ભાજપના સભ્યો કે કર્મચારીઓ કોઈ જ હાજર રહ્યું નહોતું, આ ભવ્ય લોક ડાયરામાં માત્રને માત્ર ૧૫ વ્યક્તિઓ જ હાજર રહ્યા હતા, આમ અમરેલી શહેરની જાહેર જનતા ડાયરામાં ન આવવાથી કાળા કાગડા ઊડ્યા હતા અને ભાજપના શાસકો દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો નિષ્ફળ ગયો હતો,આમ આવા ડાયરાઓનું આયોજન કરીને ભાજપના શાસકો દ્વારા અમરેલી શહેરની જનતાના ટેક્ષના રૂપિયાનો ખોટો વેડફાટ કરી રહ્યા છે, તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ પોતાની યાદીમાં જણાવ્યું છે.
Recent Comments