ભાવનગર

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે સગર્ભા બહેનોના હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

 પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  વાળુકડ (ઘો) ખાતે સગર્ભા બહેનોના હેલ્થ ચેકઅપ માટે કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.

માતા મરણ ઘટાડવા માટે સરકારશ્રી તરફથી જનકલ્યાણલક્ષી ઘણી યોજનાઓ સુચારુરૂપે અમલીકૃત કરવામા આવી રહી છે ત્યારે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત અતિ જોખમી સગર્ભા, જોખમી સગર્ભા તેમજ અન્ય સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ મારફત કરાવવામાં આવી હતી.

વાળુકડ આરોગ્ય કેન્દ્રમાં સમાવિષ્ટ વિવિધ ગામની 52 જેટલી સગર્ભા બહેનોનાં આરોગ્ય તપાસ કરવામા આવી હતી, તેમજ તેમના લેબોરેટરી પરિક્ષણ પણ કરવામા આવ્યા હતા. સગર્ભા બહેનોને ઘરેથી લાવવા અને લઇ જવા માટે ખિલખિલાટ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર સબ હેલ્થ સેન્ટરના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts