રાષ્ટ્રીય

આઈપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીને વધુ એક મોટો ઝટકો

વનુઆતુના વડાપ્રધાન જાેથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવા આદેશ આપ્યો આઈપીએલ શરૂ કરનાર લલિત મોદી ૧૫ વર્ષ પહેલા ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. ભારત સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, અને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે, પરંતુ હવે તેણે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનો ર્નિણય લીધો છે, અને જે દેશનું નાગરિકત્વ તેણે લીધું છે તે વનુઆતુની વસ્તી પુડુચેરી કરતા ઓછી છે, જેના કારણે કેસમાં નવો વળાંક આવ્યો છે. જાેકે, તેઓ તેમના પર લાગેલા મની લોન્ડરિંગ અને કરચોરીના તમામ આરોપોને નકારે છે. તમને જણાવી દઈએ કે લલિત મોદીએ ૭ માર્ચે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. બાદમાં વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.

લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ છોડી દીધો અને વનુઆતુની નાગરિકતા સ્વીકારી લીધી. પરંતુ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને એક મોટો ઝટકો આપ્યો છે. વનુઆતુના વડાપ્રધાન જાેથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક અસરથી રદ કરવા જણાવ્યું છે. પીએમએ કહ્યું હતું કે, મેં નાગરિકતા આયોગને લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ તાત્કાલિક રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં, મને માહિતી મળી કે ઇન્ટરપોલે ન્યાયિક પુરાવાના અભાવે ભારત સરકાર દ્વારા લલિત મોદી અંગે મોકલવામાં આવેલી ચેતવણી નોટિસને બે વાર ફગાવી દીધી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વનુઆતુ પાસપોર્ટ રાખવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નહીં. આવી સ્થિતિમાં, અરજદારોએ ફક્ત માન્ય કારણોસર જ નાગરિકતા લેવી જાેઈએ. વનુઆતુ ક્યાં આવેલું છે? વનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. અહીંની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે. વનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા છે, એટલે કે અહીં નાગરિકતા રોકાણ કરીને મેળવી શકાય છે. અહીં સરકાર માટે પાસપોર્ટનું વેચાણ આવકનો મુખ્ય સ્ત્રોત છે.

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૫ સુધીમાં, વનુઆતુનો પાસપોર્ટ ૧૧૩ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં (૧૯૯ દેશોમાંથી) ૫૧મા ક્રમે છે, જે સાઉદી અરેબિયા (૫૭), ચીન (૫૯) અને ઇન્ડોનેશિયા (૬૪) થી ઉપર છે. ભારત ૮૦મા સ્થાને છે. બીજી રસપ્રદ વાત એ છે કે વનુઆતુ એક ટેક્સ હેવન છે, જ્યાં તમારે કોઈ આવક, મિલકત કે કોઈપણ પ્રકારનો કોર્પોરેટ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. છેલ્લા બે વર્ષમાં, ૩૦ શ્રીમંત ભારતીયોએ અહીં નાગરિકતા મેળવી છે, અને ચીનના લોકો નાગરિકતા લેવામાં સૌથી આગળ છે.

Follow Me:

Related Posts