એક વર્ષની કઠોર ટ્રેનિંગ પૂરી કરી લેફ્ટેનન્ટ સિધ્ધાર્થ પોતાના માદરે વતન પરત ફરી રહ્યો છે.શહેરમાં ભવ્ય સત્કાર સમારોહ યોજાશે

સિધ્ધાર્થ અમરેલીના ખ્યાતનામ આર્કિટેક એન્જિનિયર શ્રીકિશોરભાઈ જાની(ખ્યાતિ આર્કિટેક)નો સુપુત્ર ચિ.સિધ્ધાર્થ જાની ઇન્ડિયન આર્મીમાં ક્લાસ વન ઓફિસર તરીકે સમગ્ર ભારતમાં 16 માં ક્રમાંકે મેરિટમા આવીને OTA ગયા(બૌધ ગયા) માટે એક વર્ષ પૂર્વે પસંદગી પામેલ હતો.એક વર્ષની કઠોર ટ્રેનિંગ પૂરી કરી લેફ્ટેનન્ટ સિધ્ધાર્થ પોતાના માદરે વતન પરત ફરી રહ્યો છે.જે આપણા શહેર અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.
તા 15/3/25 ને શનિવારના રોજ સમય સવારે 10:00 કલાકે તેમના ભવ્ય સત્કાર સમારંભનું આયોજન થનાર છે.સત્કાર સમારંભ પદયાત્રા ફોરવર્ડ સર્કલ(સેન્ટર પોઇન્ટ) થી તેમના નિવાસ્થાન પંચવટી એપાર્ટમેન્ટ ભગિની છાત્રાલય સુધી રહેશે. ત્યારબાદ શુભેછા મુલાકાત પંચવટી એપાર્ટમેન્ટ ખાતે ગોઠવેલ છે. આ સત્કાર સમારંભમાં અમરેલીની દેશ પ્રેમી જનતાને સામેલ થવા અને સિધ્ધાર્થના વાલીને દેશ માટે પોતાનું સંતાન સમર્પિત કરતા ગૌરવ લઈ રહ્યા હોય ત્યારે તેમને બિરદાવવા માટે તેમજ દેશ સેવા કરવા ઇચ્છુક યુવાનો અને તેના વડીલો માટે જાહેર નિમંત્રણ પડવામાં આવે છે.
Recent Comments