રાષ્ટ્રીય

છત્તીસગઢના ભિલાઈમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી બહાર નીકળતા સમયે અધિકારીઓ પર હુમલો

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી તપાસ બાદ ઈડીના અધિકારીઓની ટીમ બહાર નીકળી રહી હતી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇડી ના દરોડા દરમિયાન ભૂપેશ બઘેલના સમર્થકો વિરોધ કરતા જાેવા મળ્યા હતા. અને જ્યારે દરોડા પછી ટીમ બહાર આવી રહી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો.

આ મામલે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ઈડીના અધિકારીઓના વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઈડીના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈડીની ટીમ સવારે ભુપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઠેકાણા પર શરાબ કૌંભાડ સંબંધિત કેસમાં દરોડા પાડી રહી હતી, જ્યારે મોટી માત્રામાં કેસ મળી આવી હોવાનું માહિતી સામે આવી છે.

બઘેલના નિવાસથી સામે આવેલા વીડિયો જાેવા મળી રહ્યું છે કે, કેવી રીતે ભૂપેશ બઘેલના સમર્થકો ઈડીના અધિકારીઓની કારને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક બાજુથી કાર પર પથ્થર ફેકવામાં આવ્યો હતો, પરંતુ વાહનને કોઈ નુકસાન થયું નથી તેમજ અધિકારીને પણ કોઈ ઈજા પહોંચી નથી. જાે કે, આ હુમલામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે વિશે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ ભૂપેશ બઘેલના સમર્થકો કારને રોકતા જાેવા મળી રહ્યા છે, જે પછી ત્યા તહેનાત સુરક્ષાકર્મીઓને તેમને હટાવ્યા હતા.

Follow Me:

Related Posts