અમરેલી

સાવરકુંડલા એકલિંગજી ઉપવન ખાતે સ્વામી ભોલા નંદ સરસ્વતીજી મહારાજ નો સત્સંગ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા.

 સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ કાનજી બાપુની જગ્યા પાસે આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મલીન પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં અનન્ય ચરણો પાસક સદશિષ્ય પૂજ્ય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ નું સાવરકુંડલા ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં સત્સંગીઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પૂજય ભોલાનંદ સરસ્વતીજી મહારાજે પ્રવચન આપતા કહ્યું હતું કે પાર્થિવ શિવલિંગ મહાપૂજાની થી માનવ જીવન ધન્ય બને છે. ભગવાન આશુતોષ શિવજીની ભકિતમાં પવિત્રતા અને નિષ્કામ ભાવ એ મુક્તિ નો માર્ગ છે. ૐ નમઃ શિવાય ની ધૂન દ્વારા ભકિતમય વાતાવરણ સર્જાયું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી, નિવૃત નાયબ મામલતદાર એમ.એમ.પરમાર, આશ્રમ સેવક અમિત ગીરી ગોસ્વામી, એડવોકેટ નોટરી કિરણબેન કાચા વગેરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની એક યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts