ગુજરાત

કચ્છ જિલ્લામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા

કચ્છ જિલ્લામાં મંગળવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ મામલે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ૈંજીઇ) અનુસાર, પહેલો ભૂકંપ સવારે ૧૧:૧૨ વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૦ નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી ૧૬ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, ૨.૮ની તીવ્રતાનો બીજાે ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી. તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ટીમ તૈનાત કરી દીધી છે. જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરી શકે. આ સિવાય તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઈપણ અનિચ્છનીય સ્થિતિમાં તંત્રને તુરંત સૂચના આપવામાં આવે.

Follow Me:

Related Posts