અમરેલી

તડીપાર થયેલ ઇસમને તડીપાર ભંગ બદલ પકડી પાડી કાર્યવાહી કરતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્‍જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની
પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ
અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી
સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામાં શરીર સબંધી ગુન્‍હાઓ
કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ઇસમો તથા પ્રોહીબિશનની ગેરકાયદેસર
પ્રવૃતિ કરતા ઇસમો ઉપર પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ
કાર્યવાહી કરવા તેમજ અત્રેના જિલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોચ
રાખી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ. પટેલ નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા અત્રેના જિલ્લામાંથી તડીપાર થયેલ
ઇસમને તડીપાર ભંગ અન્વયે પકડી પાડી, તડીપાર ભંગ બદલ કાર્યવાહી
કરવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
દિનેશ દેવરાજભાઇ મણદુરીયા, ઉ.વ.૨૬, રહે.બગસરા, નટવરનગર, રેલ્વે સ્ટેશન
પાસે, તા.બગસરા, જિ.અમરેલી.

 તડીપાર(હદપાર) ની વિગતઃ-
સબ ડીજી. મેજી. શ્રી બગસરાનાઓના તડીપાર (હદપારી) હુકમ નંબર ૦૧/૨૫
તા.૧૭/૦૧/૨૦૨૫ અન્વયે આરોપી દિનેશ દેવરાજભાઇ મણદુરીયા રહે.બગસરા
વાળાને તા.૧૭/૦૧/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ ત્રણ માસ સુધી અમરેલી
જિલ્લામાંથી તડીપાર કરેલ હોય, આ તડીપાર ઇસમ કોઇ પણ જાતની લેખીત મંજુરી
સિવાય અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી, તડીપાર હુકમનો ભંગ કરેલ હોય, તડીપાર
ઇસમ વિરૂધ્ધ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી. એમ.
કોલાદરા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ.
આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts