પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર આગામી ૨૦મી માર્ચ ૨૦૨૫ વિશ્વ ચકલી દિવસ અન્વયે
પોરબંદરના પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં પોરબંદર શહેરના શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘ચકલી બચાવો’ શીર્ષક હેઠળ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ છે.કુલ ચાર ગ્રુપમાં આ સ્પર્ધાનું આયોજન છે ગ્રુપ A ધોરણ: 6 અને 7 ગ્રુપ B ધોરણ: 8 અને 9 ગ્રુપ C ધોરણ 10 થી 12
ગ્રુપ D કોલેજ વિભાગ રહેશે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય,તૃતીય વિજેતાઓને પરિતોષિક એનાયત કરવામાં આવશે તથા કૃતિઓનું ચિત્ર પ્રદર્શન કરવામાં આવશે.પોરબંદરના પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં થનાર
‘ચકલી બચાવો’ ચિત્ર સ્પર્ધામાં પોરબંદર શહેરની 12 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO)નેચર ક્લબ પોરબંદર, રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પોરબંદર,
ઇનર વ્હીલ કલબ ઓફ પોરબંદર, લાયન્સ ક્લબ ઓફ પોરબંદર,ગ્રીન પોરબંદર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, મહેર આર્ટ પરિવાર, શ્રી ગજાનંદ એકેડમી પ્રા.લિમિટેડ પોરબંદર,સંસ્કાર ભારતી, પોરબંદર,
શ્રી દતસાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, નેક્સ્ટ જનરેશન ક્લબ,
સક્ષમ – પોરબંદર શાખા શુભેચ્છક તરીકે રહેશે.આ સ્પર્ધાની એન્ટ્રી માટે google form શાળા તથા કોલેજના આચાર્ય દ્વારા ભરવાનું રહેશે.
Recent Comments