ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરની સૂચના અને માર્ગદર્શન અન્વયે સંજય ખરાત, પોલીસ અધિક્ષક, જી. અમરેલી નાઓ દ્વારા ગુમ/અપહરણ થયેલ બાળકો/મહિલાઓ/પુરૂષોને શોધી કાઢવા સઘન ઝુંબેશ હાથ ધરી વધુને વધુ ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નયના ગોરડીયા સાહેબ, I/c નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને, તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન બીટ પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લાઠી બસ સ્ટેન્ડ ખાતે એક વયોવૃધ્ધ વ્યક્તિ આટાફેરા મારતા હોય જેથી વયોવૃધ્ધ વ્યકિતની પુછપરછ કરતા તે વયોવૃધ્ધ વ્યકિત બોલી શકતા ન હોય તેમજ માનસીક સ્થિતી સારી ન હોય તેમજ તેઓ પોતાની ઓળખ આપી શકતા ન હોય જેથી આ વયોવૃધ્ધ વ્યકિતીને લાઠી પોલીસ ચોકી ખાતે લાવી સારસંભાળ લઇ આ વાયો વૃધ્ધ વ્યકિતીની લાઠી તેમજ આજુબાજુના વિસ્તારમાં આ વયોવૃધ્ધ વ્યકિત બાબતે તપાસ કરતા તેઓનો પરીવાર અમરેલી ખાતે રહેતા હોય તેવું જણાઇ આવેલ તે આધારે વયોવૃધ્ધ વ્યકિતના દિકરા મહેશભાઈ સવજીભાઈ લાલૈયા રહે. અમરેલી જેસીંગપરા અંબીકાનગર વાળાનો સંપર્ક કરી ખરાઇ કરી રૂબરૂ લાઠી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ખાતે બોલાવી મહેશભાઇ દ્વારા જાણવા મળેલ કે મારા પિતાને માનસીક બિમારી હોય તેમજ આંખે ઓછુ દેખાતુ હોય જેથી ઘરે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ હોય આમ આ વયોવૃધ્ધ વ્યકિત સવજીભાઇ કાનજીભાઇ લાલૈયા રહે.અમરેલી વાળાનું તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી લાઠી પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી હદય સ્પર્શી કામગીરી કરવામાં આવેલ છે.
અમરેલી ખાતેથી માનસીક બિમારી ધરાવતા વૃધ્ધ વ્યકિત ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી જતા આ વૃધ્ધ વ્યકિતને પોતાના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી લાઠી પોલીસ

Recent Comments