રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ દિવસીય મુલાકાત પર છે ત્યારે તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ, સાયન્સ, ટેકનોલોજીથી લઈને બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ પ્રણાલીમાં સહિયારા સહયોગ સાથે બંને દેશોના વિદ્યાર્થીઓને સારી સુવિધા આપવા અંગે પણ ચર્ચા થઈ હતી.

ભારત – ન્યૂઝીલેન્ડ શિક્ષણ કરારમાં મહત્ત્વના મુદ્દાઓ:-
• બંને દેશોની વિશ્વવિદ્યાલયો વચ્ચે શૈક્ષણિક સહયોગ વધશે.
• વધુ ભારતીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવાની તક મળશે.
• ન્યૂઝીલેન્ડના વિદ્યાર્થીઓ પણ ભારતમાં આવીને ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
• સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધનમાં પ્રોત્સાહન મળશે.
• પરંપરાગત ચિકિત્સા, યોગ, ભારતીય સંગીત અને સંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરી શકાશે.

બન્ને દેશો કરાર થયા છે કે, બે દેશો વચ્ચે શૈક્ષણિક સંબંધોને મજબૂત કરવામાં આવશે. તેના માટે બંને દેશના નેતાઓને ન્યૂઝિલેન્ડમાં સારા પાઠ્યક્રમ અને કોર્સની તપાસ કરશે. ભારતીય વિદ્યાર્થીઓને વધુમાં વધુમાં વધુ તક આપવામાં આવે તેવો વાયદો કરવામાં આવ્યો છે. આ સિવાય સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી સહિત કૌશલ્ય વિકાસમાં તક આપવાનો વાયદો કર્યો છે. બંને દેશો વચ્ચે વ્યાવસાયિકો અને સારા કર્મચારીઓ માટે પણ ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓ સુધારવા માટે એક કરાર કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts