ભાવનગર

બાવળિયાળી ઠાકરધામ : સંધ્યાનું  સહજ સ્મિત

બાવળિયાળી ઠાકરધામ : સંધ્યાનું  સહજ સ્મિત

ઈશ્વરિયા શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫

ભાલ પંથકમાં નાનકડું અને પ્રગતિશીલ સુંદર ગામ બાવળિયાળીમાં શ્રી નગા લાખા બાપુનાં સ્થાનમાં ધર્મોત્સવ યોજાયેલ છે. બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા અને ભાગવત કથા પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં છે. સુંદર સુશોભન અને ભવ્ય આયોજન થયું છે. આ ઉત્સવમાં વિદ્યુત સુશોભન તો ખરું જ પરંતુ પ્રકૃતિની કળા પણ નિહાળવા મળે છે. આ સ્થાનમાં સંધ્યાનું સહજ સ્મિત પણ માણવા જેવું રહ્યું છે, જે તસવીરકાર શ્રી મૂકેશ પંડિતે ઝડપી લીધું.

Related Posts