ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર સવારે ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિક સમય અનુસાર ૨:૪૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૩૩ કિમી નીચે હતું. જિયોનેટના અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
સૌથી મોટી રાહતની વાત છે કે, શક્તિશાળી ભૂકંપ બાદ પણ હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યુઝીલેન્ડ ધરતીકંપ માટે દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે. અહીં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક પ્લેટોના કારણે ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. ન્યુઝીલેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે. જાેકે ભૂકંપના કારણે ત્સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક એજન્સીઓ આ અંગે સમીક્ષા કરી રહી છે.
ન્યુઝીલેન્ડના સાઉથ આઈલેન્ડ પર ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

Recent Comments