દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (૨૫મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. ભાજપ સરકારે ૨૬ વર્ષ પછી દિલ્હીનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હીનું બજેટ પહેલીવાર પેપરલેસ હતું. આ બજેટમાં દિલ્હીની હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા, ઈ બસ, દિલ્હી મેટ્રો, સામાજિક પેન્શન યોજના, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, મુખ્યમંત્રી શ્રી શાળાઓ વગેરે લગતી પ્રજાલક્ષી યોજનાઓ માટે નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.
આ બજેટ ૨૦૨૫-૨૦૨૬ માટે લગભગ એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. આ દરમિયાન સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જાેવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા ૩૧.૫ ટકા વધુ છે.‘
દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે ૨૧૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત યમુનાની સપાઈ માટે ૫૦૦ કરોડ રૂપિયાના ખાર્ચે ૪૦ ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય. ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.
વધુમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧૦૦ સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે ૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧.૫ કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. ૭૦૦૦ વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ ૧૦થી ૧૧ સુધીના ૧૨૦૦ બાળકોને ૭.૫ કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે ૨૦ કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે ૬૧૮ કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે ૫૦૦ કરોડ રૂપિયા અને ૈં્ૈં માટે ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.‘
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે બજેટ રજૂ કર્યું

Recent Comments