રાજુલાના ડુંગર ગામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા રાજુલાના
ડુંગર ગામે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શનના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં અને પ્રાકૃતિક કૃષિના
જુદા જુદા આયામોથી ખેડૂતોને કરવામાં આવ્યા હતા.
રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોને કૃષિ નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ખેતીથી
થતાં ફાયદાઓ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો વધુ આવક મેળવી શકે તે માટે હાથ ધરવાના પગલાઓ સૂચવવામાં
આવ્યા હતા.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર જાણકારી આપવાની સાથે વિવિધ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ સ્ટોલ તથા પ્રાકૃતિક ખેત
પેદાશોનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવોની અન્ય ખેડૂતો સાથે આપ-લે કરી હતી. અમરેલી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી
મહેશભાઈ ઝીડના માર્ગદર્શન તળે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પુરોહિત, રાજુલા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ
ડોબરિયા, અગ્રણી સર્વશ્રી બાબુભાઈ મકવાણા, શ્રી ધીરુભાઈ નકુમ, પ્રાકૃતિક ખેતી માટે પ્રચાર-પ્રસાર કરતાં સંયોજક શ્રી
પ્રફુલભાઈ સેંજલિયા, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના શ્રી સ્વપ્નિલ દેશમુખ, ડૉ. વી.પી. રામાણી, ડુંગર ગામના સરપંચ શ્રી
સુકલભાઈ બલદાણિયા, મહાનુભાવો અને ખેડૂતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments