અમરેલી

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  તાલુકાકક્ષા ખેલકૂદ સ્પર્ધા યોજાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત, અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષા ક્લ્સ્ટર સ્તરીય ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોપાલગ્રામ સ્થિત શ્રી ઓ.પી. ઝાટકિયા હાઇસ્કૂલ ખાતેના સ્ટેડિયમમાં, શાળામાં રમત ગમત, યોગા, આર્ટ, ભરતનાટ્યમ,  ફોટોગ્રાફી જેવી વિવિઘ પ્રવૃત્તિઓની સ્વંય તાલીમ સહિત શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે.  શ્રી મૈથિલીબેન મિલનભાઈ ઝાટકીયાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કબડ્ડીમાં ભાઈઓ, ખો-ખોમાં બહેનો, પ્રથમ, બીજા, અને ત્રીજા ક્રમે વિજેતા થયેલ ટીમોને ટ્રોફી તથા વોલીબોલ, નેટ, કેરમ, ચેસ, બેડમિન્ટન, ફૂટબોલ કીટ (નંગ બે) વિવિધ ટીમોને શ્રી ગીલના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

૧૦૦ મીટર દોડ બહેનો, ૧૦૦ મીટર દોડ ભાઈઓ, ૪૦૦ મીટર દોડ ભાઈઓ, લાંબીકૂદ બહેનોને પ્રથમ, બીજા,ત્રીજા ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓને નહેરુ યુવા કેન્દ્ર તરફથી ટ્રોફીઓ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts