રાષ્ટ્રીય

ઈરાને બનાવી ભૂગર્ભમાં “મિસાઈલ સિટી”; સૈન્ય શક્તિનું પ્રદર્શનનો વિડીયો કર્યો જાહેર

ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જાેવા મળી રહ્યા છે.
ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવી છે છે. આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે,સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે.
લગભગ ૮૫ સેકન્ડના આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાગેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલો અને રોકેટ વચ્ચેથી પસાર થતા જાેઈ શકાય છે. તેમાં ખૈબર શિકાન, કાદર-એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો.

Related Posts