ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ‘માતા કર્મા’ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા માતા કર્મા, એક આદરણીય સંત, સમાજ સુધારક અને ભગવાન કૃષ્ણના પ્રખર ભક્તની ૧૦૦૯મી જન્મજયંતિ નિમિત્તે તેમના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ૨૫ માર્ચ, ૨૦૨૫ના રોજ રાયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી શ્રી તોખન સાહુ, છત્તીસગઢ સરકારની વિધાનસભાના સભ્યો અને અખિલ ભારતીય તૈલિક મહાસભાના માનનીય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ભગવાન કૃષ્ણના સમર્પિત અનુયાયી માતા કર્માએ અતૂટ શ્રદ્ધા, સાહસ અને નિ:સ્વાર્થ સેવાનું ઉદાહરણ આપ્યું છે. પોતાની અદમ્ય ભક્તિથી પ્રેરાઈને તેમણે ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે યાત્રા શરૂ કરી હતી. પવિત્ર શહેર પુરી પહોંચ્યા પછી મંદિરના સેવકોએ તેમને પરંપરાગત વાનગી, ખીચડી તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમના આનંદ માટે ભગવાન કૃષ્ણએ તેમનો પ્રસાદ સ્વીકાર્યો હતો. માતા કર્મા દ્વારા શરૂ કરાયેલી આ હૃદયસ્પર્શી પરંપરા જગન્નાથ મંદિરના ધાર્મિક વિધિઓનો એક કાયમી ભાગ બની ગઈ છે. ટપાલ ટિકિટમાં સુંદર રીતે માતા કર્માને ભગવાન કૃષ્ણને ખીચડી અર્પણ કરતા દર્શાવવામાં આવ્યા છે. જેમાં પાછળના ભાગમાં પ્રતિષ્ઠિત જગન્નાથ મંદિરને દર્શાવવામાં આવ્યું છે.
સામાજિક સંવાદિતા, મહિલા સશક્તિકરણ અને ધાર્મિક ભક્તિમાં માતા કર્માનું યોગદાન પેઢીઓને પ્રેરણા આપે છે. તેમનું જીવન આપણને સમાજમાં એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપતી વખતે અસ્પૃશ્યતા અને રૂઢિચુસ્તતા જેવા વિવિધ સામાજિક દૂષણો સામે લડવા માટે પ્રેરણા આપે છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા જારી કરાયેલ સ્મારક ટિકિટ તેમના કાયમી પ્રભાવને સ્વીકારે છે અને ભવિષ્ય માટે તેમના વારસાને સંરક્ષિત કરે છે.
ટિકિટ અને ફર્સ્ટ ડે કવર (હ્લડ્ઢઝ્ર) અને માહિતી બ્રોશર સહિત સંકળાયેલ ફિલાટેલિક વસ્તુઓ હવે સમગ્ર ભારતમાં ફિલાટેલિક બ્યૂરો અને ુુુ.ીॅર્ર્જંકકૈષ્ઠી.ર્ખ્તદૃ.ૈહ પર ઑનલાઇન ઉપલબ્ધ છે.
Recent Comments