વર્ષ ૨૦૨૫-૨૬માં સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. ૩૯ કરોડથી વધુની જાેગવાઈ

રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા છ નવા સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી
રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ‘ગુજરાત વંદના સંગ્રહાલય‘નું ૧૨ એકર વિસ્તારમાં ર્જીંેં-એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે રૂ. ૩.૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે,‘ગુજરાત વંદના સંગ્રહાલય’માં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે.જેમાં ટેકનોલોજીયુકત વિવિધ ૮ ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા છ સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીર બાળ સંગ્રહાલય ભુજ, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૦૬ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. ૩૯.૯૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વર્તમાનમાં પાંચ સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે જેમાં, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બારડોલી ખાતે આવેલા સંગ્રહાલય તેમજ દરબાર હોલ, સાપુતારા -ડાંગ, રાજમાતા સંગ્રહાલય પાટણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં, સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ રૂ. ૩૦ કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૬ કરોડની જાેગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય ઉપરકોટ-જૂનાગઢ ખાતે દેવાયત બોદરનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
Recent Comments