કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં ‘સહકાર ટેક્સી‘ શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.‘ નોંધનીય છે કે, અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી આવી ટેક્સી સેવાઓમાંથી મળતું કમિશન અમીર લોકોના હાથમાં જતું હતું અને ડ્રાઈવર બેરોજગાર રહેતા હતા. હવે આવું નહીં થાય અને સહકારી ક્રાંતિ શરૂ થશે.‘
કેન્દ્રીય ગૃહમંત્રીના જણાવ્યાનુસાર, ‘સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર ફક્ત એક સૂત્ર નથી, પરંતુ અમે તેને જમીન પર અમલમાં મૂક્યો છે. સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે. આ સાથે એક સહકારી વીમા કંપની પણ ટૂંક સમયમાં આવશે. તે ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની બનશે.‘ ઉબેર અને ઓલા જેવી કંપનીઓ સાથે મળીને ટેક્સી ચલાવતા ડ્રાઇવરોએ તેમની કમાણીનો હિસ્સો આપવો પડે છે. સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડે છે અને ડ્રાઇવરો દરેક રાઇડ પર કંપનીને એક નિશ્ચિત કમિશન પણ ચૂકવે છે.
સહકારી ટેક્સી સેવાઓના આગમન સાથે, દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો થઈ શકે છે. અત્યાર સુધી લોકોને ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ પર આધાર રાખવો પડે છે. શરૂઆતના તબક્કામાં આ ટેક્સી સેવાઓથી ડ્રાઇવરોને ઘણો ફાયદો થતો હતો, પરંતુ હવે કંપનીઓએ તેમનું કમિશન વધારી દીધું છે. આવી સ્થિતિમાં ટેક્સી સેવામાંથી થતા નફામાં ડ્રાઇવરોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.
લોકોને સરળતાથી બાઈક, કેબ અને ઓટો મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારનો મોટો ર્નિણયકેન્દ્ર સરકાર દ્વારા ‘સહકાર ટેક્સી સેવા’ શરૂ કરવામાં આવશે

Recent Comments