ભાવનગર

લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગાર

લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે.ગોહિલવાડ માટે ગૌરવરૂપ અને અંદરનાં ગામડામાં શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે માઈધાર ગામમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય કાર્યરત છે. આ સંસ્થામાં શ્રી ભાવનાબેન પાઠકનાનાં માર્ગદર્શન સાથે પાઠ્યક્રમ ઉપરાંત સ્વરોજગાર હેતુ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ચાલી રહેલ છે.જાણીતાં ઉદ્યોગગૃહ પીડીલાઈટ દ્વારા આ સંસ્થામાં સહયોગ મળતો રહ્યો છે, જેમાં અહીંયા રોજગાર સંબંધી આ તાલીમ પ્રાપ્ત થઈ રહેલ છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અભ્યાસ વર્ગ સિવાયનાં સમયમાં અને સાથે જ આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે. આ બહેનોને સિલાઈ નિષ્ણાત  દ્વારા તાલીમ આપવામાં આવે છે, જેમાં શ્રી ધ્રુવિતાબેન રાઠોડ રહેલ છે. 

સંસ્થાનાં શ્રી જયરાજભાઈ પરમાર તથા શ્રી એભલભાઈ ભાલિયાનાં સંકલન સાથે આ કૌશલ્ય કેન્દ્રમાં આ બહેનો પોતાનાં પરિવારનાં કપડાં જાતે સિલાઈ કરી રહેલ છે, ઉપરાંત એક વ્યવસાય તરીકે પણ આ તાલીમ ઉપયોગી બની છે.

Follow Me:

Related Posts