અમરેલી

સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે હિન્દી અને સંસ્કૃત વિષયના ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.પૂર્વ ધારાસભ્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે હિન્દી અને સંસ્કૃત વિષયનાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દામનગર થી બદલી થઈ આવેલા ભરતભાઈ એસ.ગેડીયા, શિક્ષકમાંથી આચાર્ય બનતા ત્રિવેણી બેન ચૌહાણ તેમજ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર માનસિંગભાઈ વાળા નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો મનિષભાઈ સિદ્ધપરા, રામભાઈ કેશવાલા, ભરતભાઈ મકવાણા બાઢડા વિરાણી સ્કૂલ ના આચાર્ય ડોક્ટર બગડા, નિયામક પ્રજ્ઞેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ડો. વિપુલભાઈ નકુમ તેમજ નારણ ભાઈ વાઢેરે કરેલ હતું તેમજ આભાર વિધિ દીપાબેન ગોહિલ દ્વારા કરવામાં આવેલ હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે .

Related Posts