ભાવનગર

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મંદ પરીવાર ની બહેનો ને સીલાઈ મશીન ભેટ અપાઈ

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની પ્રવુતિ ના ભાગ રૂપે, મહિલા મંડળ ની બહેનો ને સીલાઈ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા માટે  જરૂરીયાત મંદ પરીવાર ની બહેનો ને સીલાઈ મશીન ભેટ આપી પગભર બનાવવા ની,  સંસ્થા  ની કામગીરી ને બળ આપવા માટે મુંબઈ ના જાણીતા દાતા શ્રી  ગુણવંતશાહ , ક્રિશાબેન 

મનોજભાઈ શાહ  પરીવાર ના સહયોગથી તારીખ  ૨૬ માર્ચ ના રોજ ત્રણ બહેનો ને સીલાઈ મશીન ભેટ આપવામાં આવેલ છે. આજ સુધીમાં ૧૨૯. બહેનો ને સીલાઈ મશીન ભેટ આપી પગભર કરવાનો પ્રયાસ કર્યો છે, તેનો આનંદ છે તેમ દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.દ્વારા જણાવ્યું હતું

Related Posts