સ્વદેશ સંસ્થાન અને સાગર કલાભવન અયોધ્યાના સંયુકત ઉપક્રમે તા. ૧ થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન
“અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ” યોજાશે. તેમાં સમગ્ર દેશમાંથી ચિત્ર, કવિતા, સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, પ્રવાસનને લગતાં વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચિત્રકાર અને તસવીરકાર ડૉ. હેમંત પંડ્યાએ સર્જેલા શ્રી રામ – શ્રી હનુમાનજીના સાત ચિત્રો પ્રદર્શિત થશે તેમજ હેમંત પંડ્યાને “અયોધ્યા કલા ભૂષણ સન્માન” એનાયત કરવામાં આવશે. અયોધ્યા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર આ કલાકુંભમાં ગુજરાતનું ગૌરવ વધારનાર ડૉ. હેમંત પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન.
“અયોધ્યામાં ગુજરાતીનું કલા સન્માન”


















Recent Comments