અમરેલી

અલખની જોળી લઈને આખા ગામ માં નિકળી પડે છે સવાર થી લઈને સાંજ સુધીમાં ગામનું એક પણ ઘર બાકી ના રહેવા દે. દરેક ઘરનાં આંગણામાં ઊભા રહી મોટેથી સાદ આપે ” સત્ દેવીદાસ…..’

ગામ કરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી
આ ગામમાં દર બીજના દિવસે ગામના એક વ્યક્તિ અલખની જોળી લઈને આખા ગામ માં નિકળી પડે છે સવાર થી લઈને સાંજ સુધીમાં ગામનું એક પણ ઘર બાકી ના રહેવા દે. દરેક ઘરનાં આંગણામાં ઊભા રહી મોટેથી સાદ આપે ” સત્ દેવીદાસ…..’
અને સામેથી સ્વાગત સાથે નાના બાળક હોય કે વડિલ જવાબ આપે ” અમર દેવીદાસ” આવો ભીમભાઇ ચા પાણી પીવો પણ આવનાર અલખની જોળી ધારણ કરેલ એ આધેડ વડિલ કહે નાં ભાઈ હજી આખા ગામ માં ફરવાનું છે. જોળીમા રોટલી કે રોટલાના ટુકડાં કે આખાં રોટલા નાખે એટલે ભગત ચાલતા થાય બીજાં ઘર તરફ.આ જોળીમા રોટલા ભેગા કરવાનું કોનાં માટે ? ગામમાં રખડતી રેઢિયાર ગાયો માટે, ગામનાં શેરીના કૂતરાઓ માટે અને ગામની ગૌ શાળાની ગાયો માટે. આ ભાઈનું પુરુ નામ ભીમાભાઇ વાલાભાઈ શેલાર ઉંમર આશરે ૬૫ વર્ષ. તેઓ એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાથી છે. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. દિકરી સાસરે છે અને બંને દિકરા સુરત પોત પોતાના ધંધામા સેટ થયેલાં છે. ભીમાભાઇ અને તૈમના પત્ની અહીં કરજાળા ગામમાં જ રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. બંને દિકરા તેમનાં માતા પિતાને પોતાની સાથે સુરત રહેવા માટે કહે છે પણ વર્ષોથી ગામડાના ખુલ્લા વાતાવરણમાં રહેલાં વડિલોને અહી ગામડામાં રહેવું જ માફક આવેછે.. ભીમાભાઇના પરિવાર માં ધાર્મિક સંસ્કારો વારસામાં જ મળલા છે દાદા ખોડાભાઈ અને પિતા વાલાભાઈ પોતાનાં ઘેરે રામ સાગર રાખતા અને રાત્રે ભજનો ગાતા અને સત્સંગ કરતા‌. ભીમાભાઇ પોતે પણ ભજનાનંદી માણસ છે. તેમને ગામમાં રખડતી રેઢિયાર ગાયોને જોઈને તેમનાં માટે કાંઈક કરવાની ઈચ્છા થઈ અને પોતે અલખ ધણીની જોળી બનાવી અને દર બીજ નાં દિવસે આખાં ગામમાં ફરી રોટલી રોટલા ભેગાં કરી ગાયો અને કુતરાને આપે છે. શ્રાવણ મહિનામાં કે અધિક માસમાં આખો મહિનો સળંગ જોળી ફેરવે છે. આ ઉપરાંત અમૂક ધાર્મિક તહેવારો પૂનમ કે કોઈ ચોક્કસ દિવસો માં પણ જોળી ફેરવે છે. અને ગાયો માટે પોતાનાં થકી યોગ્ય પ્રયાસો કરે છે.

Related Posts