અમરેલી

દરેક ઘર ઘર સુધી કમળ લહેરાય તેવું આહ્વાન કરતા અતુલ કાનાણી

આજ રોજ પ્રદેશ ભાજપની આજ્ઞા અનુસાર અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી ના માર્ગદર્શન તળે જીલ્લાના વિવિધ મંડલ પ્રમુખશ્રીઓની બેઠક મળેલ હતી જેમાં આગામી સમયમાં પાર્ટીના વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પાર્ટીનો ૬ એપ્રિલના સ્થાપના
દિવસે જીલ્લામાં મોટા પાયે વિવિધ કાર્યક્રમો ઉજવવાના તેમજ દરેક બુથ સુધી પાર્ટીનો વ્યાપ વધે તે રીતે માર્ગદર્શન આપેલ તેમજ “વન નેશન વન ઈલેક્શન”, રામનવમી તેમજ ૧૪મી એપ્રિલ સહિતના વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરીને કાર્યક્રમને સફળ બનાવવા સક્રિયતાથી કામે લાગી જવા દરેક મંડલ પ્રમુખને જણાવેલ.ઉપરોક્ત કાર્યક્રમ અન્વયે દરેક મંડલમાંથી મંડળના પ્રમુખશ્રીઓ તેમજ જીલ્લાના મહામંત્રીશ્રીઓ પ્રદેશ ભાજપમાંથી વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોના જીલ્લાના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જ સહીત સૌ હાજર રહેલહતા. જેમાં જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, મેહુલભાઈ ધોરાજીયા તથા “ વન નેશન વન ઈલેક્શન”ના ઇન્ચાર્જ શ્રી પુનાભાઈ ગજેરા, સહ ઇન્ચાર્જ મુકુંદભાઈ મહેતા તેમજ દરેક તાલુકા તથા શહેરના મંડલ પ્રમુખશ્રીઓ હાજર રહેલ.

Related Posts