અમરેલી

 અમરેલી શહેર કડવા પાટીદાર સમાજ દ્વારા કાર રેલીનું કરવામાં આવેલ સ્વાગત

સામાજીક અને વૈચારિક ક્રાંતિ સાથે સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાનાં શુભાશયથી જગત જનની માઁ ઉમિયામાતાજીના ધામ લીલીયા મોટા મુકામે યોજાનાર પાટોત્સવ ઉજવણી પ્રસંગે અમરેલી જીલ્લા કડવા પાટીદાર યુવા સંગઠન રાજકોટ દ્રારા તા. ૦૩-૦૪-૨૦૨૫ ને ગુરુવારના રોજ ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર રેલીમાં એકાવન કરતા વધુ કાર સાથે ૨૦૦ કરતા વધુ વ્યક્તિઓએ ઉમળકાભેર ભાગ લીધેલ. કાર રેલી અમરેલી શહેરમાં પહોંચતા તુલસી પાર્ટી પ્લોટ પાસે ફુલહાર, પુષ્પવર્ષાથી સામૈયા કરી અને ઠંડા પીણાં દ્વારા અમરેલી શહેર કડવા પાટીદાર સમાજ દ્રારા રેલીનું દબદભાભેર સ્વાગત કરવામાં આવેલ હતું.
સામાજીક આગેવાનો દ્વારા સમાજની સંગઠન શક્તિને વધારે જાગૃત અને મજબૂત બનાવી નવી પેઢીને સમાજ રચના સાથે ભાવાત્મક નાતો જોડી નવી ચેતનાના સંચાર સાથે આવા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવી ભાવિ પેઠીમાં આધ્યાત્મિક, સામાજીક ચેતના પ્રજવલિત થાય તે માટે અપીલ કરી હતી. ત્યારબાદ આ કાર રેલીએ લીલીયા મોટા જવા પ્રસ્થાન કરેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદારના આગેવાનશ્રી વજુભાઈ ગોલના માર્ગદર્શન હેઠળ પ્રાગજીભાઈ કાલરીયા, રમેશભાઈ ગોલ, પ્રા. એમ. એમ. પટેલ, મધુભાઈ જાવિયા, પ્રહલાદભાઈ વામજા, રાજેશભાઈ સરખેદી  રોનકભાઈ ભાલોડિયા, રમેશભાઈ દસલાણીયા, રોહિતભાઈ પણસાળા, જીતેનભાઈ ગોલ,, નયનભાઈ પરસાણીયા, વિનુભાઈ આદ્રોજા, અરવિંદભાઈ ગોલ, કિશોરભાઈ દસલાણીયા, પારસભાઈ ચત્રોલા, કાળુભાઈ આદ્રોજા, ગૌરવભાઈ કડેવાળ, અશ્વિનભાઇ સોળીયા, જીગ્નેશભાઈ નવાપરીયા, જયભાઈ ગોલ, રીટાબેન કાલરીયા વગેરે જહેમત ઉઠાવેલ હતી.

Related Posts