ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જાેવા મળી રહ્યો છે. હાલમાં યુએસ શેરબજારમાં નાસ્ડેક ૪.૭૮ ટકા ઘટ્યો છે, તેવી જ રીતે જીશ્ઁ ૫૦૦ પણ ૩.૯૭ ટકા ઘટ્યો છે. આ ઉપરાંત ડાઉ જેન્સમાં પણ ૩.૫૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, તેમ છતાં પણ શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નાઇકીની વાત કરીએ તો, તેનો શેર ૧૧ ટકા ઘટ્યો છે, તેવી જ રીતે એપલનો શેર પણ ૯ ટકા ઘટ્યો છે. આ સમયે, સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીઓની હાલત પણ ખરાબ છે. તેનો સ્ટોક પાંચ ટકા ઘટ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પછી ઈલોન મસ્કની ટેસ્લાના શેરમાં પણ ૩.૫ ટકાનો ઘટાડો થયો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ઘણા બધા ટેરિફ લાદ્યા હોવાથી ત્યાંના શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. હેંગ સેંગમાં ૧.૫૪ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૨૪ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. ભારત માટે રાહતની વાત એ હતી કે શરૂઆતના નુકસાન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આવ્યો. બીએસઈ સેન્સેક્સ ૩૨૨.૦૮ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા ઘટીને ૭૬,૨૯૫,૩૬ પર બંધ થયો હતો, જ્યારે ૫૦ શેરવાળો એનએસઈ ઈન્ડેક્સ નિફ્ટી ૮૨.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૨૩,૨૫૦.૧૦ પર બંધ થયો હતો.
Recent Comments