રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ બંને નેતાઓની પ્રથમ મુલાકાત

થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ત્યાં સુધી કે, સીમા પર ઘુસણખોરોની હરકત પણ વધવા લાગી છે. વળી, આ દરમિયાન મોહમ્મદ યુનુસ સામે પણ દેશની અંદરથી અવાજ ઊભા થઈ રહ્યા છે. લોકો જલ્દી બાંગ્લાદેશમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.
મોહમ્મદ યુનુસ છેલ્લાં ઘણાં દિવસોથી પ્રયાસ કરી રહ્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થાય. મોહમ્મદ યુનુસ તરફથી કરવામાં આવેલા આગ્રહ પર બિમ્સટેક સંમેલન દરમિયાન મુલાકાત નક્કી કરવામાં આવી. આ પહેલાં રાત્રિભોજનમાં બંને નેતાઓ એક-બીજાથી અલગ બેઠેલા જાેવા મળ્યા હતા.
બિમ્સટેક સંમેલન દરમિયાન થાઇલૅન્ડના વડાપ્રધાન પેતોંગતાર્ન શિવનાત્રાએ બુધવારે રાત્રે એક ભોજની મેજબાની કરી હતી. આ ભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ એકસાથે બેઠેલા જાેવા મળ્યા. યુનુસે કાર્યાલયની અમુક તસવીર શેર કરી, જેમાં ચાઓ ફ્રાયા નદીના તટે સ્થિત હોટેલ ‘શાંગરી-લા’માં તેઓ વડાપ્રધાન મોદીની પાસે બેઠેલા હતા.

Follow Me:

Related Posts